Yahoo! તમારી ગોપનીયતા ગંભીરતાથી લે છે. આ વિહંગાવલોકન તમને Yahoo! ના ચાવીરૂપ મોબાઇલ ગોપનીયતાના સિદ્ધાંતો સમજવામાં મદદ કરશે. અમારા ગોપનીયતા સિદ્ધાંતોને સંબંધિત વધારાની જાણકારી માટે કૃપયા Yahoo! ગોપનીયતા નીતિ જુઓ.
1. મોબાઇલ મુખપૃષ્ઠનું વૈવિધ્યપણું
2. મોબાઇલ ડિવાઇસ યુનિક આઇડેન્ટિફાયર
3. ભૌતિક સ્થાન
4. માહિતીની સ્પષ્ટતા
5. કાનૂની પ્રક્રિયા
6. એકાઉન્ટની માહિતી અને પસંદગીઓ
7. થર્ડ પાર્ટી એપ્લિકેશન અને વિજેટ્સ
8. જાહેરાતો
9. મેસેન્જર
10. શોધ
11. અન્ય
1. મોબાઇલ મુખપૃષ્ઠનું વૈવિધ્યપણું
Yahoo! મોબાઇલ મુખપૃષ્ઠમાં યુઝર તેનું સ્થાન, સુરક્ષિત શોધ સેટિંગ્સ, અને મનપસંદ વિજેટ્સની પસંદગીઓ સાચવી શકે છે. Yahoo! આ પસંદગીઓને Yahoo! ID અથવા મોબાઇલ ડિવાઇસ સાથે સાંકળશે અને તમે આ પસંદગીમાં કોઇપણ સમયે તમારા મોબાઇલ પરથી ફેરફાર કરી શકશો. જો તમે મોબાઇલ મુખપૃષ્ઠ પસંદગીઓ સુયોજિત કરો પરંતુ Yahoo! પર સાઇન ઇન પસંદ ન કરો, તો તમે આ પસંદગીઓને ક્લિયર પ્રેફરન્સિસ લિંક પર ક્લિક કરીને ક્લિયર કરી શકો છો અને Yahoo! તેને પુનઃસુયોજિત કરશે.
2. મોબાઇલ ડિવાઇસ યુનિક આઇડેન્ટિફાયર
જ્યારે સેવા પ્રદાતા કે જે અનન્યપણે તમારા મોબાઇલ ડિવાઇસને ઓળખે છે તેના દ્વારા Yahoo! સાથે જોડાવ, ત્યારે Yahoo! આ ઓળખને મેળવી અને તેનો ઉપયોગ વિસ્તૃત સેવાઓ અને / અથવા વિધેય પૂરા પાડવા માટે કરી શકે છે. Yahoo! આ ડિવાઇસ ઓળખનારાઓને ગુપ્તતા કરાર હેઠળ અમારા વતી કામ કરવા માટે વિશ્વસનીય ભાગીદારો સામે પ્રગટ કરી શકે છે. આ ભાગીદારો આ માહિતીનો ઉપયોગ તમને Yahoo! ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે કરી શકે છે. કેટલીક Yahoo! સેવાઓને તમારા ફોન નંબરના અમારા સંગ્રહની જરૂર પડી શકે છે. અમે તે ફોન નંબરને મોબાઇલ ડિવાઇસની ઓળખની માહિતી સાથે સાંકળી શકીએ. તેમ છતાં, અમે તે ફોન નંબરનો ઉપયોગ ટેલિમાર્કેટિંગ માટે નહિ કરીએ જ્યાં સુધી તમે અમને આવું કરવાની પરવાનગી નહિ આપો.
3. ભૌતિક સ્થાન
Yahoo! ચોકસાઇથી જીપીએસ, Wi-Fi, અથવા સેલ ટાવર પ્રૉક્સિમિટિ જેવી ટેકનોલોજીમાંથી ભૌતિક સ્થળની માહિતી મેળવે તે પહેલાં, તમારે પ્રથમ તમારા ઉપકરણ મારફતે બ્રાઉઝર અથવા સીધી જ Yahoo! સાથે, પરવાનગી આપવી આવશ્યક છે. તમે Yahoo! માટે તમારા ડિવાઇસમાંથી ચોક્કસ સ્થળની માહિતી પ્રાપ્ત કરવાની તમારી પરવાનગી પાછી ખેંચવા સક્ષમ છો, પરંતુ Yahoo! ઉત્પાદન કે સેવા સાથે સંકળાયેલ ડિવાઇસ કે બ્રાઉઝરને આધારે તમે જે સ્થળની માહિતીની પરવાનગીનો ઉપયોગ કરી રહ્યા હોવ તે Yahoo! દ્વારા નિયંત્રિત ન પણ હોઇ શકે. તમારી ડિવાઇસ પર સ્થળ પરવાનગીઓ પાછી ખેંચવા વિશે વધારે માહિતી માટે કૃપયા સ્થળ ઓપ્ટ-આઉટ મદદ પેજની મુલાકાત લો. એકવાર પ્રાપ્ત કરી લીધા પછી, IP એડ્રેસ, તમારા વાહક દ્વારા પૂરા પાડવામાં આવેલા બિલિંગ પોસ્ટલ કોડ અથવા તમારા દ્વારા Yahoo! પર રજિસ્ટ્રેશન વખત જેવી અન્ય સ્થળ-આધારિત માહિતી સાથે સંયોજન કરી, વિસ્તૃત સ્થળ આધારિત સેવાઓ, સ્થળ-લક્ષિત જાહેરાતો, શોધ પરિણામો, અને અન્ય સામગ્રી પૂરી પાડવા માટે, Yahoo! આ માહિતીનો ઉપયોગ અને સંગ્રહ કરી શકે છે.
4. માહિતીની સ્પષ્ટતા
Yahoo! તમારી અંગત માહિતી અન્ય બિન-સંલગ્ન કંપનીઓ સાથે ભાડે, વેંચાણ, કે શેર કરતી નથી, સિવાય કે તમે માંગેલાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા, અથવા નીચેનાં સંજોગોમાં:
5. કાનૂની પ્રક્રિયા
Yahoo! માને છે કે તપાસ માટે, અટકાવવા માટે, કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પગલાં લેવા, શંકાસ્પદ છેતરપિંડી, કટોકટીની પરિસ્થિતિ જેમાં કોઈપણ વ્યક્તિની ભૌતિક સુરક્ષા માટે સંભવિત ધમકીઓનો સમાવેશ થાય છે, અથવા Yahoo! ની સેવાની શરતો અથવા કાયદા દ્વારા જે જરૂરી છે તે માટે તેણે માહિતી શેર કરવી આવશ્યક છે. અમે સમન્સ, કોર્ટના હુકમો, અથવા કાનૂની પ્રક્રિયા, અથવા વ્યવસ્થા સ્થાપિત કરવા અથવા અમારા કાનૂની અધિકારોનો પ્રયોગ કરવા અથવા કાનૂની દાવા સામે રક્ષણની પ્રતિક્રિયા માટે માહિતી શેર કરીએ છીએ.
6. એકાઉન્ટની માહિતી અને પસંદગીઓ
તમે કમ્પ્યુટર પર કોઈપણ સમયે, તમારું Yahoo! એકાઉન્ટ, તમારી માર્કેટિંગ પસંદગીઓ સહિતની માહિતીમાં ફેરફાર કરી શકો છો. મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરતી વખતે, જો તમે લોગ ઇન થયા ન હોય, તો સેવા મર્યાદાઓ તમને Yahoo! સેવાઓ અથવા સાધનોની પૂરેપૂરી કાર્યક્ષમતાઓ વાપરતા અટકાવી શકે છે. તેવા કિસ્સામાં, તમારે Yahoo! સાથે જોડાવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ જરૂરી છે.
7. થર્ડ પાર્ટી એપ્લિકેશન અને વિજેટ્સ
Yahoo! ત્રીજા પક્ષકાર મોબાઇલ વિજેટ્સ/એપ્લિકેશન્સ સાથે માહિતી વહેંચી શકે છે. જો તમે ત્રીજા પક્ષકાર એપ્લિકેશન અથવા વિજેટ ઉમેરો, તો અમે તમારો દેશ, મનપસંદ ભાષામાં, તમારા મોબાઇલ સંવાહક, ડિવાઇસનો પ્રકાર અને બ્રાઉઝરનો પ્રકાર જેવી માહિતી જો અમારી પાસે હશે તો તે વહેંચી શકીએ છીએ. ત્રીજા પક્ષકાર એપ્લિકેશન્સ અથવા વિજેટો પણ કૂકીઝ પણ સેટ કરી શકે છે. તમે તમારી વર્તમાન સ્થળની માહિતી Yahoo! માટે આ ડેટા શેર કરવાની પરવાનગી આપીને એક ત્રીજા પક્ષકાર એપ્લિકેશન / વિજેટ ડેવલપર માટે ઉપલબ્ધ બનાવવાનું પસંદ કરી શકો છો. કૃપયા નોંધ કરો કે ત્રીજા પક્ષકારોને તમે આપેલી કૂકીઝ અને માહિતીના ઉપયોગ માટે તેઓની પોતાની ગોપનીયતા નીતિઓ છે, અને આ Yahoo! ની ગોપનીયતા નીતિ અથવા Yahoo! ની મોબાઇલ ગોપનીયતા નીતિ નથી.
8. જાહેરાતો
જ્યારે તમે Yahoo! ના ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે Yahoo! તમારી પ્રવૃત્તિ પર આધારિત તમારી રુચિ વિશેની માહિતી એકઠી કરે છે અને જાળવી રાખે છે, વેબસાઇટ્સના બ્રાન્ડેડ Yahoo! નેટવર્કની મુલાકાત લો, અને સાથેના વેબસાઇટ્સ Yahoo! ભાગીદારોની મુલાકાત લો. અમે આ માહિતીનો ઉપયોગ જાહેરાતો અને તમારી રૂચિ સંબંધિત સામગ્રી પહોંચાડવા કરી શકીએ છીએ. Yahoo! તમને Yahoo! દ્વારા પૂરી પાડવામાં આવેલ રૂચિ-આધારિત જાહેરાતો અથવા સામગ્રી મેળવવાનું ઑપ્ટ-આઉટ કરવાની સમર્થતા આપે છે. તમારા મોબાઇલ ડિવાઇસમાંથી રૂચિ-આધારિત જાહેરાત અને સામગ્રી મેળવવાનું ઑપ્ટ-આઉટ કરવા, અમારા એડ મેચિંગ ટૂલનો ઉપયોગ કરતાં પહેલાં તમારે પ્રથમ તમારા મોબાઇલ ડિવાઇસ પર તમારા Yahoo! એકાઉન્ટમાં લૉગ ઇન થવું આવશ્યક છે. તમે પણ Yahoo! ના એડ ઇન્ટરેસ્ટ મેનેજર ટૂલમાંથી તમારી રૂચિ-આધારિત વર્ગોને મેનેજ, અથવા બધી શ્રેણીઓને ઑપ્ટ-આઉટ કરી શકો છો. તમારા મોબાઇલ ડિવાઇસ પર તમારા એડ ઇન્ટરેસ્ટ મેનેજરના સેટિંગ્સ કરવા માટે, તમારે તમારા Yahoo! એકાઉન્ટમાં સાઇન ઇન થવું ફરજિયાત છે.
9. Yahoo! મેસેન્જર
Yahoo! મેસેન્જર સંદેશ ઇતિહાસની ઑફર આપે છે, કે જે ઉત્પાદનની પસંદ કરાયેલી આવૃત્તિઓમાં ઉપલબ્ધ છે, જે તમારા Yahoo! એકાઉન્ટમાંથી IM વાતચીતને અમારા Yahoo! સર્વરમાં સાચવે છે. Yahoo! મેસેન્જરની કેટલીક આવૃત્તિઓ કીવર્ડ માટે તમારા સંદેશને સ્કેન કરી શકે છે, Yahoo! મેલની જેમ. વધુ માહિતી માટે, કૃપયા Yahoo! મેસેન્જર ગોપનીયતા નીતિની મુલાકાત લો.
10. શોધ
કેટલાંક બજારોમાં, Yahoo! એ તેની શોધ અને પ્રાયોજિત શોધ સેવાઓ Microsoft સાથે સંકલિત કરી છે. વધુ શીખવા માટે, કૃપયા મુલાકાત લો Yahoo! શોધ ગોપનીયતા નીતિ.
11. અન્ય
જ્યારે તમે કોઈ મોબાઇલ ડિવાઇસમાંથી Yahoo! વાપરો, ત્યારે તમે Yahoo! સેવાની શરતોને આધીન છો. જો તમને આ સેવા અથવા Yahoo! મોબાઇલ વિશે પ્રશ્નો હોય તો, કૃપયા મુલાકાત લો Yahoo! મોબાઇલ મદદ પેજ.
આ પાનું આ ચોક્કસ સેવાને સંબંધિત વર્તમાન Yahoo! સિદ્ધાંતો વર્ણવે છે. Yahoo! સુવિધાઓ ઉમેરીને કે દૂર કરીને અથવા વિવિધ સેવા પ્રદાતાઓનો ઉપયોગ કરીને આ સેવાનું પુનરાવર્તન કરે છે તેથી આ માહિતી બદલી શકે છે. Yahoo! તમારી વ્યક્તિગત માહિતી સાથે કેવી રીતે વર્તે છે તે જાણવા માટે, કૃપયા અમારી ગોપનીયતા નીતિની મુલાકાત લો.
